Need Help?
+91 94294 10291
ફળ અને શાકભાજી ખાવાથી ફક્ત બે અઠવાડિયામાંજ તમારું માનસિક (psychological ) સ્વાસ્થ્ય વધે છે
ફળ અને શાકભાજી એક સંતુલિત આહાર નો ભાગ છે, પરંતુ તે ફક્ત તમને શારીરિક સ્વાથ્ય વધારવામાટે જ ઉપયોગી નથી થતા, તે ફક્ત બે અઠવાડિયામાંજ તમારું માનસિક (psychological ) સ્વાસ્થ્ય પણ વધારે છે.
ફળ અને શાકભાજી ખાવાથી તમારી સ્ફૂર્તિ વધે છે, તમારો કામ કરવાનો જુસ્સો અને ઉત્સાહ પણ વધે છે. સ્વાથ્ય વિભાગ અનુસાર તમારે દરરોજ ૨ કપ જેટલા ફળ અને ૨ થી ૩ કપ જેટલા શાકભાજી ખાવા જોઈએ. ફળ અને શાકભાજી ખાવાથી અનેક રોગ સામે તમને રક્ષણ મળે છે જેવા કે મેદસ્વીતા, ટાઈપ ૨ ડાયાબિટીસ, હાર્ટ ડીસીસ, સ્ટ્રોક અને અમુક પ્રકાર ના કેન્સર.